ગુજરાત ટેબલ ટેનિસ એસો. દ્વારા સુરતમાં સમર કેમ્પનો આરંભ

0
7

દેશભરમાંથી ૬૦ ખેલાડીઓ સમર કેમ્પમાં જોડાયા
સુરત, તા.૧

સુરતમાં બુધવારથી તાપી વેલી ટેબલ ટેનિસ સમર કેમ્પનો પ્રારંભ થયો છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી ૬૦ જેટલા ટેબલ ટેનિસ ખેલાડી એકત્રિત થયા છે.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે યોજાનારો આ સમર કેમ્પ પહેલી મેથી ૧૯મી મે સુધી ચાલશે. કોમનવેલ્થ ટેબલ ટેનિસના ગોલ્ડ મેડાલિસ્ટ અને કોચ દેવેશ કારિયાની દેખરેખ હેઠળ આ કેમ્પ યોજાશે.
ભાવનગરના દેવેશ કારિયાના અન્ય બે કોચ હૃદય દેસાઈ અને ચિંતન જોષી સહાય કરશે. ધૈર્ય પરમાર, ઇશાન હિંગોરાણી અને શુભમ ઓઝા જેવા ઇન્ટરનેશનલ ખેલાડી પણ આ કેમ્પમાં ભાગ લેશે. સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતે તેમના ખેલાડીઓ મોકલીને આ કેમ્પને મદદ કરી છે.
જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રા (આઇએએસ)એ આ પ્રસંગે જણાવ્યું હતું કે ”યુવાન ખેલાડીઓ માટે તેમના બેઝિક્સ પર મહેનત કરીને શ્રેષ્ઠ ખેલાડી બનવાની આ ઉમદા તક છે. મને ખુશી છે કે કેટલાક ઇન્ટરનેશનલ ખેલાડીઓ સહિત ૬૦ ખેલાડી તેમાં ભાગ લઈ રહ્યા છે. દેવેશ કારિયા અનુભવી છે અને આ રમતનો શ્રેષઅઠ રાજદુત છે. મને ખાતરી છે કે ખેલાડીઓ આ કેમ્પનો જરૂર લાભ ઉઠાવશે.” આ કેમ્પ માટે સ્ટેટ એસોસિયેશને સાયકોલોજિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની પણ વરણી કરી છે. આ ઉપરાંત વીડિયો એનાલિસીસ સેશન, યોગા અને મેડીટેશન પણ યોજાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY