વેડરોડ પંડોળ ખાતે એમ્બ્રોડરી મશીનના કારખાનામાં આગ લાગી

0
25

શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં એક મશીનને નુકસાન થયુ
સુરત, તા.૪
આજે સવારે ૮ વાગ્યાના સુમારે વેડરોડ પંડોળ ખાતે એમ્બ્રોડરી મશીનના કારખાનામાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૮ વાગ્યાના સુમારે વેડરોડ પંડોળ ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયર ઓફિસર ઠાકોર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એમ્બ્રોડરીના કારખાનામાં શોર્ટ સર્કિટથી આગ લાગતા એક મશીનને નુકસાન થયું હતું. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા કારખાનામાં હાજર કારીગરો દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. આગથી કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગથી માત્ર એક મશીનને નુકસાન થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY