સુરત,તા.૪
સ્મિમેર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં શોર્ટશર્કિટના કારણે આગ લાગી હતી. જેના પગલે આઇસીયુમાં દાખલ તમામ દર્દીઓને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતમાં આવેલી સરકારી સ્મિમેર હોસ્પિટલમાં આજે શનિવારે બપોરના સમયે આઇસીયુ વિભાગમાં આગ લાગી હતી. આ આગ વિભાગમાં લગાવવામાં આવેલા એસીમાં શોર્ટશર્કિટ થતા લાગી હતી. આગ લાગવાના કારણે આઇસીયુમાં દાખલ દર્દીઓને સલામત રીતે બીજા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ લાગવાના કારણે દર્દીના સગાઓ અને સ્ટાફમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ લેવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગના બનાવમાં કોઇ જાનહાની પહોંચી ન્હોતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



