સુરત,તા.૫
શહેરના અંબાજી રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં બુરખા પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવતા મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી જતાં આખરે બેન્ક દ્વારા બુરખો પહેરીને બેન્કમાં જવા પરનું તઘલખી ફરમાન પરત ખેંચ્યુ છે. અને તેની જગ્યાએ હેલ્મેટ અને સ્કાફ પહેરીને બેન્કમાં ન આવવા પરનું નવુ ફરમાન જારી કર્યું છે.
બેન્કના ગેટ પર મુકાયેલી નોટીસમાં લખ્યું હતુ કે પ્લીઝ રિમૂવ યોર હેલમેટ/બુરખા, નો એડમિશન વીથ હેલમેટ/બુરખા. બેન્ક દ્વારા બુરખા પર પ્રતિબંધ મુકાતા મુસ્લિમ સમાજમાં નારાજગી વ્યાપી ગઈ હતી. સુરત નવસર્જન ટ્રસ્ટના પ્રમુખ યુસુફ પઠાણે ફતવાને તાનાશાહી સમાન ગણાવતા કહ્યું કે, માનવતાની દ્રÂષ્ટએ બેન્ક દ્વારા ખોટો નિર્ણય લેવાયો છે. કોમી એખલાસનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ છે. સ્થાનિક મહિલા નાઝીનન શેખે કહ્યું કે, બુરખો પહેરવો એ ધાર્મિક બાબત છે તેની સામે કોઈને સમસ્યા નહીં હોવી જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


