સુરત,તા.૫
ઉધના વિસ્તારમાં રહેતા એક મહિલા શિક્ષકે બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.
ઉધના વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પલેક્સમાં મૂળ બનાસકાંઠાના ધાનેરાના વતની કવિતાબેન શાંતીપુરી ગોસ્વામી(ઉ.વ.૪૫) પરિવાર સાથે રહેતા હતા. અને સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. કવિતાબેને આજે કોમ્પલેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. બં સંતાનોની માતા અને શિક્ષકે અણઘાર્યા પગલાંથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની શકીયતાઓ સેવાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




