સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટર કે.રાજેશના અધ્યક્ષસ્થાને યોજાઇ

0
33

સુરેન્દ્ર નગર
સુરેન્દ્રિનગર જિલ્લાન કલેકટર કે.રાજેશના અધ્યિક્ષસ્થાાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કર્મચારીઓના પેન્શેન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ તેમજ કચેરી નિયમિત સ્વોચ્છા રહે તેવી વ્યયવસ્થાદ ગોઠવવા સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી જિલ્લાચ કલેકટરએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં સસંદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવતા પ્રશ્નોનો સત્વયરે નિકાલ કરવા જે તે વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પાટડી તાલુકાના ધારાસભ્યય નૌશાદભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી મનીષ બંસલ, જિલ્લાન પોલીસ અધિક્ષક દિપક મેઘાણી, અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીજના નિયામક બી.પી.સુદાણી તથા તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિુત રહયા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY