વરલી-મટકાનો જુગાર રમતા ૫ જુગારી પકડાયા

0
415

સુરત તા ૧૦
મહુવા ખાતે વરલી-મટકા પર જુગાર રમાડતા પાંચ ઈસમોની ધરપકડ કરી રૂ. ૨૫ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા ઓડચ ફળિયામાં વરલી-મટકાના અંક પર જુગાર રમાડતા પારસીવાડ ખાતે રહેતા પ્રકાશ ઓડ, સલીમ શેખ, ભાવેશ ઓડ, પ્રવીણ પટેલ તથા હિતેશ ઓડની ધરપકડ કરી હતી. પોલીસે પાંચ આરોપીઓ પાસેથી ૪ નંગ મોબાઈલ ફોન તથા ૧૮ હજાર રોકડા મળી કુલ્લે ૨૫ હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારાની કમલ-૧૨ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પાંચેય આરોપી મુંબઈથી નીકળતા ટાઈમ વરલી મટકાના અંકો પર લોકોને જુગાર રમાડતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY