૧.૬૦ લાખની ડુપ્લિકેટ નોટો સાથે બે મહિલા સહિત ત્રણની ધરપકડ

0
8

રાજકોટ,તા.૨૮
શહેરના સરધાર પાસેથી પોલીસે મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજી ડેમ પોલીસે ૧.૬૦ લાખથી પણ વધુની ડુપ્લિકેટ નોટોનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઝડપેલા જથ્થામાં ૨૦૦૦ અને ૫૦૦ના દરની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર પોલીસને આ મોટી સફળતા મળી છે.
અટકાયત કરવામાં આવેલા આરોપી પાસેથી ૨૦૦૦ હજારના દરની ૮૩ નોટો અને ૫૦૦ના દરની ૪ નોટો મળી આવી છે. સાથે ડુપ્લિકેટ નોટો છાપવાનું કલર પ્રિન્ટર અને ૮ કોરા કાગળો પણ મળી આવ્યા છે. ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપી રાજકોટના જ અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે. આજી઼ડેમ પોલીસે ગુન્હો નોધી આ પ્રકરણમાં બીજા અન્ય કેટલા લોકો સંડોવળાયેલ છે. તે અંગેની તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY