કાર સાથે દારૂ ઝડપાયો અને ત્રણ ખેપિયા ખેતરમાં ભાગી છૂટયા

0
26

સુરત ક્રાઈમ બ્રાન્ચે ૭-૭૨ લાખનો મુદ્દામાલ કબજે લીધો
સુરત તા ૧૦
સારોલી ગામ પાસેથી પસાર થતી એક કારમાંથી ડીસીબીએ વગર પાસ પરમીટની ૨૭૦૦ નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. ૧.૭૨ લાખ તથા રૂ. ૬ લાખની કાર મળી કુલ્લે ૭.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસથી ધરપકડ ટાળવા ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈ શેરડીના ખેતરમાં ફરાર થઈ ગયા હતા. જેને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સારોલી ગામથી શેરડીના ખેતર તરફ જવાના રસ્તા પરથી સફેદ કલરની સ્પાર્ક કારમાં કાર ચાલક ભારતીય બનાવટની ૧.૮૦ એમએલ વાળી ઈંગ્લિશ દારૂની ૨૫૯૨ નંગ બોટલો, ૭૫૦ એમ.એલ.વાળી ૧૦૮ નંગ બાટલીઓ કિંમત રૂ. ૪૩,૨૦૦ મળી કુલ્લે ૨૭૦૦ નંગ બાટલીઓ કિંમત રૂ. ૧.૭૨ લાખ તથા ૬ લાખ રૂ.ની કાર મળી કુલ્લે ૭.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસે ચોપડે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY