સરદાર બ્રીજ પર ટાટા ઈન્ડિકા કારમાં આગ લાગતા ચારેકોર ટ્રાફિક જામ

0
7

પીક અવર્સમાં બ્રીજ પર કાર સળગતા અફરા-તફરીનો માહોલ : ટ્રાફિક જામના કારણે સળગતી કાર સુધી પહોંચવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત કરવી પડી
સુરત, તા.૧૩
આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે સરદાર બ્રીજ ઉપર ટાટા ઈન્ડીકા કારમાંથી અચાનક ધુમાડો નીકળતા નણંદ-ભોજાઈ સુરક્ષિત બહાર નીકળી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બ્રીજ ઉપર રસ્તો વનવે હોવાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર સ્ટાફ પહોંચે તે પહેલાં કાર સંપૂર્ણ બળી ગઈ હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે સરદાર બ્રીજ ઉપર અડાજણથી અઠવા જતી એક કારમાં આગ લાગી હોવાનો મેસેજ મળતાની સાથે જ તાત્કાલિત ફાયર સ્ટાફ ઘટના સ્થળે રવાના થયો હતો. અડાજણ ફાયર ઓફિસર કાફલા સાથે સ્થળે પહોંચવા જતા સરદાર બ્રીજ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર ફાયટર પણ આગ ઓલવવા સ્થળ ઉપર પહોંચી શકે તેવી પરિસ્થિતિ ન હતી. તેથી મજુરા ફાયર સ્ટેશનને જાણ કરતા ફાયર ઓફિસર બોરત્સે અઠવા તરફથી રોંગ સાઈડ ઉપર ગાડી નાંખીને ઘટના સ્થળે પહોંચી કાર ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધી ઈન્ડીકા કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી. ફાયર ઓફિસર બોરત્સેના જણાવ્યા અનુસાર કાર ચાલક અને સવાર નણંદ-ભોજાઈ બંને જણા સુરક્ષિત બહાર નીકળતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ કાર સંપૂર્ણ બળી ગઈ હતી.
સરદાર બ્રીજના રીપેરિંગનું કામ ચાલી રહ્નાં હોવાથી બ્રીજ ઉપર વન વે હોવાથી ભારે ટ્રાફિક જામ હતો. ઈન્ડીકા કારને સળગતા જેઈ આજુબાજુના વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. તેના ચાલકો પણ વાહન બ્રીજ ઉપર મુકીને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા. ફાયર સ્ટાફે આગ કાબુમાં લઈ કુલિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ સરદાર બ્રીજ ઉપર જામ થયેલ ટ્રાફિક હળવો થયો હતો.
ફાયર વિભાગ દ્વારા વધુમાં મળતી માહિતી મુજબ કાર નં.જીજે-૫-સીએલ-૯૮૧ના માલિક દિપેન જગીવાલા હોવાનું જાણવા મળ્યું છે. કારમાંથી ધુમાડો નીકળ્યો હોવાથી આગનું કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે. કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા ફાયર અને પોલીસ તંત્રએ રાહત અનુભવી હતી. સરદાર બ્રીજ ઉપર સળગતી કારનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY