પરિણીતા બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ
સુરત, તા.૧૩
સંતાન સુખથી વંચિત પરિણીતાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ આ મહિલા બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માંગરોળ બોરીયા ગામ વચલુ ફળીયામાં રહેતી કવિતાબેન વિનુભાઈ ચૌધરી સાત વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. લગ્ન બાદ સંતાન સુખ પ્રાપ્ત નહીં થતા ટેન્શનમાં આવી જઈ ગત તા.૧૧-૫-૨૦૧૯ના રોજ રાત્રે ૧૧.૩૦ કલાકે ચાંચળ મારવાની ઝેરી દવા પી જઈ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાલ કવિતાબેનને બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. માંગરોળ પોલીસે જાણવાજાગ નોંધ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



