મેલબર્ન,તા.૩૧
પૂર્વ કેપ્ટન સ્ટીવ વો અને રિકી પોન્ટિંગનું માનવું છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ સિડનીમાં ગુરૂવારથી શરૂ થઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનિંગ બેટ્સમેન આરોન ફિન્ચને અંતિમ ઈલેવનમાંથી બહાર કરી દેવો જાઈએ. વો અને પોન્ટિંગ બંન્નેએ લેગ સ્પિનર ઓલરાઉન્ડર માર્નસ લાબુશેનને અંતિમ ઈલેવનમાં રાખવાની ભલામણ કરી છે.
પોતાના જમાનાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ વોએ એમસીજીમાં અંતિમ ટેસ્ટ મેચ માટે પોતાની પસંદગીની ઈલેવન ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. વો અનુસાર માર્કસ હૈરિસ અને અનુભવી શોન માર્શે ઈનિંગની શરૂઆત કરવી જાઈએ અને ત્યારબાદ ઉસ્માન ખ્વાજા ત્રીજા સ્થાને બેટિંગ કરે.
આ પૂર્વ કેપ્ટનને લાગે છે કે, ઓસ્ટ્રેલિયા તરફથી સિરીઝમાં સર્વાધિક રન બનાવનાર ટ્રેવિસ હેડને ચોથા સ્થાને બેટિંગ કરવી જાઈએ અને ત્યારબાદ કેપ્ટન ટિમ પેન, લાબુશેન અને મિશેલ માર્શ જવાબદારી સંભાળે.
વોએ બોલિંગ આક્રમણ માટે પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન અને જાશ હેઝલવુડને પસંદ કર્યા છે. વોના ઉત્તરાધિકારી પોન્ટિંગનું પણ માનવું છે કે, ફિન્ચને હટાવીને લાબુશેનને અંતિમ ઇલેવનમાં સામેલ કરવાની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



