પુણા સુમન હાઈસ્કૂલમાં સ્થાનિક હળપતિ વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત

0
22

ઘર પાસેની શાળામાં ધો. ૯માં પ્રવેશ નહીં મળત ડીઈઓને રજૂઆત
સુરત, તા. ૧૩
પુણાગામ પીર ફળિયા ખાતે આવે સુમન હાઈસ્કૂમાં ધોરણ-૯માં હળપતિ સમાજના ૧૨ વિદ્યાર્થીઅોને પ્રવેશ ન આપતા આજે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.
પુણાગામ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ અને વિનોદભાઈ સહિત વાલીઓ અને વિદ્યાર્થીઓ આજે જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. પુણા ગામ પીર ફળિયામાં સુમન હાઈસ્કૂલ નં. ૧ અને ૨ ખાતે સ્થાનિક હળપતિ સમાજના ૧૨ વિદ્યાર્થીઓને ધોરણ ૯માં પ્રવેશ અપાયો નથી. પ્રવેશ ન મળવાનું કારણ વાલીઓ દ્વારા આચાર્યને પૂછવામાં આવતા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના ફોર્મ મોડા મળ્યા, વિદ્યાર્થીઓના ટકા ઓછા છે તેવું કારણ જણાવવામાં આવ્યુ હતું. પરંતુ હકીકત એ છે કે જાણી જોઈને હળપતિ સમાજના ૧૨ વિદ્યાર્થીઓને ધો. ૯મા પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યાછે. જિલ્લા શિક્ષણાધિકારી રાજ્યગુરૂ દ્વારા વાલીઓની રજૂઆત સાંભળીને તેઓને ગોપીપુરા સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કાર્યાલયમાં આવેલ સુમન હાઈસ્કૂલના અધિકારીને મળવા માટે જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY