કરંજની વિવેકાનંદ સોસાયટીમાં ડીમોલીશનની કામગારી મોકૂફ

0
8

ખાડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના રસ્તા અંગે ફેર માપણી થશે
સુરત, તા.૧૭
વરાછામાં કરંજ ખાડી ડેવલોપ માટે અસરમાં આવતી વિવેકાનંદ હરિધામ સોસાયટીના મિલકતદારો દ્વારા ગતરોજ મેયર અને ધારાસભ્ય સાથે બેઠક કરી ૨૪ મીટરના બદલે ૧૮ મીટરનો રસ્તો બને તો ડીમોલીશનની અસર અોછી થવાની રજૂઆત કરી હતી. જેના પગલે આજે વરાછા ઝોન દ્વારા ડીમોલીશન અટકાવી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
વિવેકાનંદ હરિધામ સોસાયટીના રહેવાસીઅો દ્વારા ગતરોજ કરંજ વિસ્તારના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની અોફિસે જઈ ધરણા યોજી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાડી કિનારે આવેલ ૩૯ મિલકતો સંપૂર્ણ અને ૨૦ મિલકતોને આંશિક રીતે ડીમોલીશનની અસર થાય છે. ખાડી કિનારે ૨૪ મીટરનો રસ્તો બનાવવાના બદલે જો ૧૮ મીટરનો રસ્તો બને તો અસરગ્રસ્ત મિલ્કતોની સંખ્યા ઘણી ઘટી જશે. ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી અને મેયર ડૉ. જગદીશ પટેલ સાથે અસરગ્રસ્તો દ્વારા રજૂઆત કરી હતી. મેયર દ્વારા ૨૪ મીટરના બદલે ૧૮ મીટરનો રસ્તો બને તો કેટલી મિલકતોને અસર થાય તે અંગે માપણી કરવા માટેની તૈયારી દર્શાવી હતી. આજે વરાછા ઝોન દ્વારા ડીમોલીશનની કામગીરી અટકાવી દીધી હતી. જ્યારે માપણી કરવાની કાર્યવાહી બાદ નવો આદેશ મળશે ત્યારે ડીમોલીશન શરૂ કરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY