મુંબઇ,તા.૧૨
કેન્દ્ર સરકાર ડેપ્યુટી સેક્રેટરી અને ડિરેક્ટર સ્તરના અમુક પદો માટે પ્રાઈવેટ સેક્ટરના એક્સપર્ટને નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. સરકારી નિર્ણય પ્રક્રિયામાં આ પદ ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. સામાન્ય રીતે આ પદો પર આઈએએસ જેવા સમુહની સેવાઓ અને કેન્દ્રીય સચિવાલય સેવાના અધિકારીઓની ભરતી કરાતી હોય છે.
અધિકારીઓએ કહ્યું કે, કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના સચિવ સી ચંદ્રમૌલીએ વિભાગના વિભિન્ન ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા રાખનાર પ્રાઈવેટ ક્ષેત્રના અધિકારીઓને ઉપસચિવ અને નિર્દેશક સ્તરના પદો પર ભરતી કરવાના ઔપચારિક પ્રસ્તાવ તૈયાર કરવા માટે કહ્યુંછે. અધિકારીઓએ કહ્યું કે, શરૂઆતમાં આવા કુલ ૪૦૦ અધિકારીઓને નિયુક્ત કરી શકાય છે.
નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ એક્સપર્ટને સીધા ઉચ્ચા પદો નિશ્ચિત અવધિના કોન્ટ્રાક્ટ પર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે. અધિકારીઓએ કહ્યુંકે, આયોગ પણ ઉપસચિવથી લઈ સંયુક્ત સચિવ સુધીના વિભિન્ન પદો પર એક્સપર્ટને નિયુક્ત કરવા વિચાર કરી રહ્યું છે.
તેઓએ કહ્યું કે, સલાહકારોની નિયુકિત પહેલાં પણ થતી રહી છે, પણ આ એક્સપર્ટને જો સામેલ કરાય તો, તેમનું સ્તર સરકારી સેવાઓ મારફતે આવનાર અધિકારીઓના સમરૂપ હશે. પ્રાઈવેટ ક્ષેત્રના એક્સપર્ટની નિયુકિતને લઈ ટૂંક સમયમાં જ વિજ્ઞાપન પણ જાહેર કરી શકાય છે.
યુપીએસસીએ આ વર્ષે એપ્રિલમાં સંયુક્ત સચિવ પદ પર પ્રાઈવેટ ક્ષેત્રના નવ એક્સપર્ટનું ચયન કર્યું છે. યુપીએસસી આઈએએસ, આઈએફએસ અને આઈપીએસ સહિત અન્ય સેવાઓ માટે સિવિલ સેવા પરીક્ષા આયોજિત કરે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



