કણાવ ગામના ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં યુવકનું આકસ્મિક નિધન
સુરત, તા. ૨૨
પલસાણા તાલુકાના કણાવ ગામે આવેલ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં પરપ્રાંતીય યુવાન મોટરની સ્વીચ બંધ કરવા જતા વીજળીનો કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને સુરત શહેરના પાંડેસરા ખાતે રહેતો બ્રિજેશ રાજપતિ ઉ.વ.૨૩ નામનો પટેલ યુવાન કણાવમાં આવેલ ઈન્ડસ્ટ્રીયલ પલોટમાં કામ કરે છે. ગત તા.૨૦મીના રોજ સાંજના સમયે પાણી બંધ કરવા માટે મોટરની સ્વીચ બંધ કરવા જતાં વીજળીનો કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



