કેરી ચોરવા આવેલા તસ્કરોએ ચોકીદારને પતાવી દીધો
કડોદરા, તા. ૨૨
પલસાણા તાલુકાના માખીંગા ગામની સીમમાં પટેલની આંબાવાડીમાંથી રખેવાળી કરતાં પરપ્રાંતીય શખ્સની ગઈકાલે અજાણ્યા ઈસમોએ હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં હત્યારાઓ પોલીસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી અનુસાર માખીંગા ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદી કિનારે આવેલા સુરતના જગદીશભાઈ પટેલની આંબાવાડી આવેલી છે. કેરીની સીઝન હોય જેથી રહીશખાને તે આંબાવાડી રાખી હતી અને તેની રખેવાળી કરવા માટે મૂળ ગોરેગાંવ ફતનપુર રાનીગંજ જિ. પ્રતાપગઢ યુપીનો સુરેન્દ્ર મેવાલાલ બનવાસી ઉ.વ.૩૫ અને સુરજને રાખ્યા હતા. ગઈકાલે સુરજ કેટલાક ઈસમો સાથે જમવા માટે બહાર ગયો હતો. તે દરમિયાન ત્યાં નજીકમાં આવેલા શેરડીના ખેતરમાંથી ઘાતકી રીતે હત્યા કરાયેલી સુરેન્દ્રની લાશ મળી આવી હતી અને આંબાવાડીમાંથી કેરીના ૨૪૦ કેરેટ પણ ગુમ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે ધારાધોરણ મુજબનો ગુનો નોંધી હત્યારાઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


