પરવત પાટીયા ખાતે જ્વેલર્સની દુકાનમાંથી ૨.૩૩ લાખની ચોરી

0
13

ગ્રાહક બનીને આવેલો અજાણ્યો કરામત કરી ગયો
સુરત, તા. ૨૨
ગ્રાહકના સવાંગમાં આવેલા અજાણ્યો વ્યક્તિ પરવત પાટીયા પાસેની ભાવના જ્વેલર્સમાંથી રૂ.૨,૩૩,૩૧૦ની કિંમતના સોનાના દાગીના નજર ચૂકવી ચોરી કરી ગયો હતો.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરવત પાટીયા સુરભી કોમ્પલેક્ષમાં આવેલ ભાવના જ્વેલર્સમાં એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહક બનીને આવ્યો હતો. આ સમયે ફરિયાદી થાનારામ મોટારામ ચૌધરીની નજર ચૂકવી આ અજાણ્યો વ્યક્તિ રૂપિયા ૨,૩૩,૩૧૦ની કિંંમતના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો. પુણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY