ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં ધરખમ સુધારો.
સેલંબા કેન્દ્ર 87.28 પરિણામ સાથે નર્મદા જિલ્લામાં પ્રથમ જ્યારે રાજપીપળા કેન્દ્ર 62.91% પરિણામ સાથે છેલ્લા ક્રમે.
રાજપીપળા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2018ના વર્ષ માટે લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 2268 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2253 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી,શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી એ પરીક્ષાનું શનિવારે 25મી મેં ના રોજ ધો-12 સા.પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં નર્મદા જિલ્લાના 1622 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 71.99% પરિણામ જાહેર થયું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 38.57% પરિણામ હતું એની સામે આ વર્ષે પરિણામમાં ધરખમ સુધારો થયો છે.પણ આ વર્ષે આટલું સારું પરિણામ આવ્યું હોવા છતાં પણ A1 ગ્રેડમાં એક વિદ્યાર્થી ઉત્તીર્ણ થયો નથી.છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા જિલ્લાનું પરિણામ ઓછું આવી રહ્યું હતું પણ આ વર્ષ પરિણામમાં સુધારો આવતા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ પણ હાંશકારો અનુભવ્યો હશે.
નર્મદા જિલ્લામાં ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો A1માં 0, A2માં 09, B1માં 154, B2માં 515, C1માં 607, C2માં 308, Dમાં 28 અને E1 માં 01 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.નર્મદા જિલ્લાના કેન્દ્ર મુજબ પરિણામ ની સ્થિતિ જોઈએ તો સેલંબા કેન્દ્રનું ગત વર્ષે 58.24% અને આ વર્ષે 87.28% પરિણામ પરિણામ સાથે જિલ્લા માં ટોપ પર રહ્યો છે.જ્યારે તિલકવાડા કેન્દ્રનું ગત વર્ષે 48.05% અને આ વર્ષે 75.68% પરિણામ સાથે બીજા સ્થાને,ડેડીયાપાડા કેન્દ્રનું ગત વર્ષે 43.61% અને આ વર્ષે 71.34% પરિણામ સાથે ત્રીજા ક્રમે,ગરૂડેશ્વર કેન્દ્રનું ગત વર્ષે 51.85% અને આ વર્ષે 70.37% પરિણામ સાથે ચોથા ક્રમે જ્યારે રાજપીપળા કેન્દ્રનું ગત વર્ષે 28.52% અને આ વર્ષે 62.91% પરિણામ સાથે છેલ્લા ક્રમે ધકેલાયો છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



