ફાયર સેફટી વાગરાના ટયુશન કલાસીસો શોધી કાઢવા અભિયાન હાથ ધરાયું
સુરત, તા. ૨૫
સરથાણા તક્ષશીલા આર્કેડમાં આગની બનેલી ઘટનામાં બાદ સુરત મનપાનો ફાયર બ્રિગેડ વિભાગ દોડતો થઈ ગયો છે. ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તક્ષશીલા આર્કેડના નાટા ટયુશન કલાસીસમાં આગને કારણે ૧૯થી વધુ મોતના ખબરમાં હોમાઈ ગયા હતા. આ આર્કેડમાં ફાયર સેફટી સુવિધા ન હતી. નાટા કલાસીસમાં પણ ફાયર સેફટીના સાધનો ન હતા. જેને પગલે સુરત મનપાના ફાયર બ્રિગેડ વિભાગે શહેરભરમાં ટયુશન કલાસીસોમાં ચેકિંગ હાથ ધર્યુ છે. ફાયર બ્રિગેડ વિભાગે ૧૦ ટીમ બનાવી શહેરભરમાં પથરાયેલા ટયુશન કલાસીસમાં ફાયર સેફટીના મુદ્દે તપાસ હાથ ધરી છે. જ્યાં ફાયર સેફટીની સુવિધા નથી એવા ટયુશન કલાસીસને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
શહેરભરમાં પથરાયેલા મોટી સંખ્યામાં ટયુશન કલાસીસના સંચાલકો વર્ષે દહાડેકરોડો રૂપિયાની ધીકતી કમાણી કરે છે. પરંતુ કલાસીસમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓને સુરક્ષા પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરતા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




