પીઠાવાલા વન-ડે ક્રિકેટ સ્પર્ધા હવે નોક આઉટ તબક્કામાં

0
5

પ્રથમ સેમી ૯/૬ અને બીજી સેમી ૧૦/૬
સુરત, તા.૬
ભીમપોર ખાતેની પીઠાવાલા સ્પોર્ટસ ક્લબ દ્વારા અંતિમ ૩૭ વર્ષોથી યોજાઈ રહેલી આમંત્રિત પીઠાવાલા વન-ડે ક્રિકેટ સ્પર્ધા ૨૦૧૯ હવે અંતિમ તબક્કામાં પહોચી છે એમ આયોજક મંડળ વતી બિરેન પીઠાવાલા જણાવે છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના યુવાન તેમજ આશાસ્પદ ક્રિકેટર્સને તેઅોની પ્રતિભા નિખારવાની તક સાંપડે તે હેતુથી આ સ્પર્ધા યોજાઈ રહી છે. જેની પ્રથમ સેમીફાઈનલ મેચ ૯/૬ રવિવારના રોજ અઠવાની નારાયણ ક્રિકેટ ક્લબ અને ભરથાણાની ડી.સી. પટેલ ટીમો વચ્ચે રમાશે. જ્યારે સ્પર્ધાની બીજી સેમીફાઈનલ ૧૦/૬ના રોજ યજમાન પીઠાવાલા સ્પોર્ટસ ક્લબ ટીમ અને ભરથાણાની સી.બી. પટેલ ક્રિકેટ ટીમ વચ્ચે રમાશે.
આ બંને સેમીફાઈનલ તથા ફાઈનલ મેચ ભીમપોર ખાતેના પીઠાવાલા સ્પોર્ટસ ક્લબના રળીયામણા મેદાનની ટર્ફ પીચ પર રમાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY