આર્કિટેક્ટ એન્જિનિયર શાંતાબેન માંગુકિયાને પણ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થવા પોલીસે ટેલીફોનીક સૂચના આપી
સુરત, તા.૬
ટોક ઓફ ધ ટાઉન બનેલા સરથાણાના તક્ષશિલા અગિ્નકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે આજે જીડીવીસીએલના નાયબ ઈજનેર, ચીફ ફાયર ઓફિસર બી.કે. પરીક, પ્લાન મંજુર કરવા માટે જેઓએ મનપામાં ફાઈલ રજૂ કરી હતી. તેવા આર્કિટેક શાંતાબેન માંગુકિયા તથા એચ.એમ. માંગુકિયાને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ગંભીર ગુનાની તપાસ ડીસીબીના એસીપી આર.પી. સરવૈયાએ જણાવ્યું હતું કે, મનપા તેમજ ડીજીવીસીએલના અધિકારીઓ હાલમાં રિમાંડ પર છે અને તેઓને સામ સામે બેસાડી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ કેસની ટુંકી વિગતો એવી છે કે, ગત તા.૨૪મી મેના રોજ સરથાણા તક્ષશિલા આર્કેડ ખાતે બનેલી એક દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. સરથાણા પોલીસે આઈપીસી ૩૦૪ તથા ૩૦૮ મુજબનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે વરાછા ઝોનમાં જે તે વખતે ફરજ બજાવી ગયેલા ડેપ્યુટી ઈજનેર હિમાંશુ ગજ્જરને પણ સીઆરપીસી ૧૬૦નો સમન્સ આપી બોલાવવામાં આવ્યા છે. જાકે, રિમાંડ પર રાખવામાં આવેલા આરોપીઅો પીડી મુનશી, જયેશ સોલંકી સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પરાગ ડી. મુન્શી, રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર જયેશ સોલંકી, ડીજીવીસીએલના નાયબ ઈજનેર દિપક નાયકા તથા તક્ષશિલા આર્કેડના ભાગીદાર અને બિલ્ડર રવિન્દ્ર કહારના ડીસીબીએ શનિવાર બપોર સુધીના રિમાંડ મેળવ્યા હતા. આ રિમાંડ દરમ્યાન આરોપીઓને સામ સામે બેસાડી પૂછપરછ કરતા ફાઈલ રજૂ કરનારïના નામો બહાર આવ્યા હતા. આજે ડીસીબીએ ચીફ ફાયર અોફિસર બસંતલાલ પરીક, ડીજીવીસીએલના નાયબ ઈજનેર, ફાઈલો રજૂ કરનારા શાંતાબેન માંગુકિયા અને એચ.એમ. માંગુકિયાને પણ બોલાવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




