પાલનપોરમાં નક્ષત્ર એમ્બેસીના બિલ્ડિંગના સાતમા માળ પર આગ

0
27

ત્રણ ફાયર મથકના ફાયર ફાઈટરો આગના સ્થળે પહોંચી ગયા
સુરત, તા. ૭
આજે સવારે પોણા બાર વાગ્યાના સુમારે પાલનપોર પાટિયા પાસે આવેલ નક્ષત્ર એમ્બેસીના સાતમા માળે આગ લાગી હોવાનો મેસેજ મળતા જ ફાઈટર સ્ટાફ તાત્કાલક ઘટના સ્થળે દોડી ગયો હતો.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ઃ૫૦ વાગ્યાના સુમારે પાલનપોર પાટિયા પાસે આવેલ નક્ષત્ર એમ્બેસી ડી-૭૦૩માં મળતાની સાથેજ પાલનપોર પાટિયા, મોરાભાગળ અને અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર ટેન્કર, માન બાઉગર તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા. સ્ટોર રૂમમાં કોઈ અગમ્યકારણસર આગ લાગી હતી. આગથી લેપટોપ તેમજ ઘરવખરીને નુકસાન થયું છે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન થયું નથી.
ફાયર અધિકારીજણાવ્યા અનુસાર ફલેટ નં. ૭૦૩ના માલિક રશ્મીકાંત ચાર મેઘર હોવાનું અને તેમને ફલટ હિમાંશુ પંચાલને ભાડેથી આપ્યો હતો. ભાડૂઆત હિમાંશુના જણાવ્યા અનુસાર આગનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી આગથી લેપટોપ અને ઘરવખરીને સામાનની ક્ષતિગરસ્ત થયો છે અન્ય કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી સમયસર ફાયર સ્ટાફે આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY