રિક્ષા લઈને ફરતી ચોર ટોળકીએ વધુ એક લૂંટ કરી
સુરત, તા. ૧૨
વરાછા એલ.એચ. રોડ હંસ સોસાયટીના નાકા પર રત્નકલાકારને ચપ્પુ બતાવી રોકડા તથા મોબાઈલ ફોનનીï લૂંટï ચલાવી ઓટો રીક્ષા ચાલક સહિત ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ વરાછા પોલીસ મથકે નોîધાતા પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાનાï પાલીતાણા તાલુકાના વતની અને હાલમાં માતાવાડી ખાતે રહેતા રવીભાઈ ભાલિયા હીરા મજૂરીનું કામ કરે છે. ગત રોજ તેઅો વરાછા એલ.એચ. રોડ હંસ સોસાયટીના નાકા પાસેથી પસાર થતા હાં ત્યારે એક અજાણ્યો રીક્ષા ચાલક, ઓલપાડ સાયણ કારેલીબાગના ચિરાગ યાદવ, ઉમેશ ચૌધરી સહિત ત્રણ લૂંટારૂઓએ તેમને ચપ્પુ બતાવી રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ તથા રોકડા રૂ. ૨૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




