રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા તા.૨૯’મીથી હડતાળ યોજાશે

0
5

પડતર માંગણીઓના ઉકેલ માટે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવાયું
સુરત, તા.૧૭
ગુજરાત રાજ્ય મહેસૂલ કર્મચારીઓની લાંબાગાળાની પડતર માંગણીઓનો ઉકેલ ના આવતા સુરત સહિત સમગ્ર ગુજરાતના મહેસૂલી કર્મચારી આજે જે તે જિલલા સેવા સદનની કચેરી ખાતે ધરણા પર બેસી ૨૯મી ઓગષ્ટના રોજ અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી આપી હોવાનું રાજ્યના પ્રમુખ વિરલ દેસાઈએ જણાવ્યું હતું.
મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ વિરલ દેસાઈ, ઉપપ્રમુખ પી.કે. પટેલ તથા મહામંત્રી આશિષ બાખલડીયાએ જણાવ્યું હતું કે, મહેસૂલી કર્મચારીઓની બઢતી, બદલી અને અન્ય પ્રશ્નોની સરકારમાં વારંવારની રજૂઆતો બાદ સત્વરે નિકાલ ન આવતા આજથીસુરત, ગાંધીનગર સહિત જિલ્લાની તમામ સેવા સદનની કચેરીઓ પર મહેસૂલી કર્મચારીઓ ધરણા પર બેઠા છે. આ સાથે તેઓ ૧૯ થી ૨૩ ઓગષ્ટ સુધી વર્ક ટુ રૂલ, અને કાળી પટ્ટી, ૨૬મી ઓગષ્ટના રોજ માસ સી.એલ તથા સેવા સદનની કચેરી પર ભારે સૂત્રોચ્ચારો અને ૨૯મી ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY