બોલો..દિલ્હીના કુતુબમિનારને પક્ષીઓની ચરકથી ખતરો…!!

0
13

૫૦ વર્ષમાં પહેલીવાર ચાર બાલ્કનીના તૂટેલા દરવાજા,બારીની જાળીઓના સ્થાને લોખંડની ગ્રીલ લગાવી
ન્યુ દિલ્હી,તા.૩૦
સેંકડો વર્ષોથી કુતુબમિનારે ભૂકંપ, તોફાન અને અન્ય ઘણી બધી મુસીબતોનો સામનો કર્યો છે. એટલું જ નહીં દુશ્મન સેનાની સામે પણ આ મિનાર અડીખમ ઊભો છે, પરંતુ દિલ્હીના આ સૌથી ઊંચા મિનારને હવે પક્ષીઓની ચરકથી ખતરો છે.
ભારતીય પુરાતત્વ વિભાગે પ૦ વર્ષમાં પહેલીવાર તેની ચાર બાલ્કનીના તૂટેલા દરવાજા અને બારીની જાળીઓના સ્થાને લોખંડની ગ્રીલ લગાવી છે. અત્યાર સુધી આ બધું સાવ જીર્ણ હાલતમાં રહ્યુ હતું. આ પ્રોજેકટમાં કુલ આઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
સમયની સાથે સાથે દરવાજા અને બારીઓમાં તિરાડો પડી હતી. પક્ષીઓએ કુતુબમિનારની અંદર માળા બનાવી દીધા હતા. શરૂઆતમાં પક્ષીઓની આ સમસ્યાને નાની સૂની ગણવામાં આવી, પરંતુ ખૂબ જ જલદી આ સમસ્યા વધી ગઇ.
એએસઆઇના સુપરિન્ટેન્ડેન્ટ આર્કિયોલોજિસ્ટ એન.કે. પાઠકે કહ્યુ કે હગારથી મિનારની અંદર સંક્રમણ અને વાસ ફેલાઇ રહી છે. તેમજ કીમતી પથ્થરોને પણ નુકસાન થઇ રહ્યુ છે. તેમણે એમ પણ કહ્યુ કે સાવધાનીથી માપ લીધા બાદ નવી ફ્રેમ લગાવાઇ છે.
આ કામ લગભગ ત્રણેક મહિનાથી ચાલી રહ્યુ હતું. નવી ફ્રેમ કુતુબમિનાર કોમ્પલેસમાં જ બનાવાઇ છે. ઇતિહાસકારોનું કહેવું છે કે કુતુબમિનારની દરેક બાજુ દરવાજા છે, પરંતુ અસલી દરવાજા કેવા હતા તેની જાણકારી નથી.
દરવાજા સુવિધા પ્રમાણે ખોલવા કે બંધ કરવામાં આવે છે. મિનારની અંદર હવા અને રોશની જાળવી રાખવા માટે ઘણી નાની નાની બારીઓ છે. ૧૯પ૦ના દાયકામાં એએસઆઇએ નવા દરવાજા લગાવ્યા હતા, પરંતુની સમય મર્યાદા પૂરી થઇ ચૂકી છે. હવે જે દરવાજા લગાવાયા છે તે ફિકસ છે અને મોટા ભાગના સમયે બંધ જ રહેશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY