જન્માષ્ટમી ઉત્સવના ઠેર-ઠેર ભવ્ય આયોજન : શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરો રોશનીથી ઝળહળ ઉઠ્યાં
સુરત, તા.૨૩
આવતી કાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે સુરત શહેરમાં મંદિરોમાં સવારથી જ ભક્તોના ઘોડાપૂર ઉમટશે. દિવસ દરમિયાન ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવશે અને રાત્રે ૧ર ટકોરે પારણા ઝૂલાવામાં આવશે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા આવતી કાલે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડવાનો મુખ્ય કાર્યક્ર ભાગળ ચાર રસ્તા ખાતે રાખવામાં આવ્યો છે. સાંજે ૪ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે બાલગોપાલ મંડળ, મહિલા મંડળ દ્વારા મટકી ફોડવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી ૬૦૦૦ મટકીઓ ફોડવામાં આવશે. જન્માષ્ટમી પર્વ પહેલાં શહેરનાં તમામ શ્રીકૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. જન્માષ્ટમી પર્વ હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ઉજવણી થાય તે માટે મંદિરોમા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાલે સવારથી જ મંદિરોમાં શ્રીકૃષ્ણ ભજન કિર્તન, ગીત સંગીતની ધૂમ રહેશે. શ્રીકૃષ્ણના બાળરૂપનો અનેરો મહિમા અકબંધ છે. દરેક માતા પોતાના સંતાનમાં શ્રીકૃષ્ણનું રૂપ જાતી હોય છે. દરેક શાળાઅોમાં બાળકો શ્રીકૃષ્ણ અને બાળકીઓ આવી હતી.
આવતીકાલે રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પારણા ઝુલાવવાની સાથે કરવામાં આવશે. તે પહેલાં શ્રીકૃષ્ણનો સોળ શણગારથી સજાવીને મુકટ પહેરાવવામાં આવશે. નંદઘેર આનંદ ભયો, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નારાઓ સતત મંદિરોમાં ગુંજતા રહેશે. જન્માષ્ટમી ઉત્સવ સંદર્ભે શહેરનાં મંદિરો પર રોશનીપણ કરવામાં આવી છે અને ઠેર ઠેર પરંપરા મુજબ ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ સ્થાપવાના આયોજન પણ કરવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



