વરાછામાં દુકાનના ઓટલા પર મુકેલી ચોખાની ૧૨ ગુણીઓ ચોરાઈ

0
7

ત્રણ યુવકો રિક્ષામાં ચોખાની ગુણીઓ ભરી લઈ ગયા
સુરત, તા. ૧૬
વરાછા અંબિકા ટ્રેડિંગ કંપનીના ઓટલા ઉપરથી રિક્ષામાં આવેલા ત્રણ યુવકો રૂ. ૮૧૦૦ની કિંમતના બાર ચોખાના કટ્ટા ચોરી કરી ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા મોહનની ચાલ અંબિકા ટ્રેડિંગ કંપનીના અોટલા ઉપર અનાજના કટ્ટા મુકાયેલા હતા. ગત તા. ૬/૧૧/૨૦૧૮ના રિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા યુવકો ચોખાના બાર કટ્ટા (કિંમત રૂ. ૮,૧૦૦)ની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે દુકાન માલિક અનિતભાઈ લાલચંદ ગુપ્તાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વરાછા પોલીસે દુકાન માલિક અનિતભાઈ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY