જ્યોતિરાદિત્ય સિંધિયાને આમંત્રણ ન આપવા મુદ્દે ગડકરીએ માફી માંગવી પડી..!!

0
25

ન્યુ દિલ્હી,તા.૨૬
લોકસભામાં કોંગ્રેસના સાંસદના મતવિસ્તારમાં ફોર-લેન માર્ગના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં તેમને જ આમંત્રણ નહી આપવા પર કેન્દ્રીય મંત્રીએ તેમના વિભાગ વતી માફી માંગી છે.
કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના મતવિસ્તાર શિવપુરી-દેવાસ ફોર-લેન માર્ગના ઉદ્ધાટનના કાર્યક્રમમાં તેમને આમંત્રણ નહી આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જેના પર કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ પોતાના વિભાગવતી માફી માંગી છે. ગુરુવારે શૂન્યકાળ પ્રારંભ થતા જ મધ્યપ્રદેશના ગુનાથી સાંસદ સિંધિયએ આ વિષયને ઉઠાવતા કહ્યુ કે, તેઓ વિશેષાધિકાર નોટીસ આપવા માંગે છે.
જ્યોતરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે, લોકોર્પણ કાર્યક્રમમાં ગડકરી ગયા હતા. આમંત્રણ પત્રિકા પર મારું નામ નહોતું. મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના દરેક લોકોના નામ હતા. જેના પર હું વિશેષાધિકાર હનન પ્રસ્તાવ તમારા માધ્યમથી આપી રહ્યો છું.
તેના પર ગડકરીએ કહ્યુ કે, આમંત્રણ પત્રિકા પર તેમનું નામ નહોતું તે મારી જવાબદારી છે કારણ કે હું વિભાગનો મંત્રી છું. હું સ્વીકારું છું કે સાંસદ આવે કે ના આવે, તેમનું નામ આમંત્રણ પત્રીકા પર રાખવું જાઇતું હતું. હું વિભાગ તરફથી માફી માંગુ છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY