ભૂકંપ બાદ ઓએનજીસીમાં ગેસ ગળતર સમયે નિયંત્રણ માટે મોકડ્રીલ યોજાઇ

0
11

સુરત,તા.૧૧
હજીરા ખાતે આવેલી ઓએનજીસી કંપનીમાં ભૂકંપ બાદ ગેસ ગળતર સમયે નિયંત્રણ અને બચાવ-રાહતના સમયે નિયંત્રણ માટે મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ૭.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકા બાદ ગેસ ગળતરના કારણે ત્રણને ગેસની અસર થઈ હતી. સાથે અન્ય ચારને પણ સિવિલિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી. ભૂકંપ બાદ ઔદ્યોગિક વિસ્તારમાં થતા ગેસ ગળતરના નિયંત્રણ અને બચાવ કાર્ય કેવીરીતે કરવામાં આવે તે માટે મોકડ્રીલ યોજાઈ હતી.
ખાસ કરીને ઔદ્યોગિક એકમ વિસ્તારમાં આપત્તિના સમયે ઘટનાનું નિવારણ કેવી રીતે કરી શકાય તે માટે ઓનસાઇડ, ઓફસાઇટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લામાં હજીરા પટ્ટી વિસ્તારમાં મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આવા વિસ્તારમાં ઓફસાઇટ પરિસ્થિતિનું નિર્માણ કરીને, હોનારત નિવારણ કેવી રીતે કરી શકાય, બચાવ-રાહતની કામગીરી, પોલીસ સુરક્ષા, આરોગ્ય વિભાગની કામગીરીનો સુચારૂ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY