જામજાધપુર,તા.૧૨
દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ભાણવડ તાલુકો જાણે વિદેશી દારૂનું મુખ્ય મથક બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાણવડ તાબેના રાણપર ગામેથી થોડા માસ પૂર્વે વિદેશી દારૂ ભરેલું એક ટોરસ મળી રૂપિયા પોણા કરોડનો મુદ્દામાલ ઝડપાયા બાદ ગત રાત્રીના પોલીસે રાણપર પંથકમાંથી ૧૧૮૮ પેટી પરપ્રાંતિય દારૂ ઝડપી લીધો છે. જો કે આ દરોડા દરમ્યાન બુટલેગરો અંધારામાં નાશી છુટવામાં સફળ રહ્યા હતાં. આ એજ બુટલેટર છે જેને જામજાધપુર પોલીસ પર હુમલો કર્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં વિદેશી શરાબનો મોટા પ્રમાણમાં જથ્થા ઉતારવામાં આવ્યો હોવાની બાતમી પરથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદની રાહબારી હેઠળ જિલ્લા એલ.સી.બી. પોલીસે ગત રાત્રીના નાઇટ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. ભાણવડ તાલુકાના રાણપર ગામ નજીક બરડા ડુંગર વિસ્તારમાં પોલીસ દ્વારા આ દારૂ સંદર્ભેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.
આ સ્થળે ધીંગેશ્વર મહાદેવના મંદિર તરફથી પસાર થતા એમ. એચ. ૪૬ એફ. ૪૯૩૫ નંબરના એક પરપ્રાંતિય શખ્સને અટકાવી તેમાં ચેકીંગ કાર્યવાહી કરતા આ ટ્રકમાં બેઠેલા સાતથી આઠ જેટલા શખ્સો આ ટ્રકને રેઢો મુકી અંધારામાં ઓગળી ગયા હતા.
પરપ્રાંતિય એવા આ ટ્રકમાં ચેકીંગ કરતા ટ્રકના ઠાઠામાંથી ૧૧૮૮ પેટી વિદેશી દારૂની બોટલ તાલપત્રી ઢાંકેલા તેમાં મળી આવી આવતાં રૂ. ૫૭,૦૨,૪૦૦/- ની કિંમતના વિદેશી દારૂ તથા રૂ. બાર લાખની કિંમતના આયસર ટ્રક મળી, કુલ રૂ. ૬૯,૦૬,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



