ભટાર ચાર રસ્તા પાસે વૃધ્ધાના ગળામાંથી અછોડાની ચીલઝડપ

0
11

બાઈકર્સ ગેંગે સોનાનો દોઢ તોલાનો અછોડો લૂંટી લીધો
સુરત, તા. ૧૮
ભટાર ચાર રસ્તા પાસે આધેડ ગૃહિણીના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન કિંમત રૂ. ૪૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકમાં નોધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અલથાણ ટેનામેન્ટ, સુયોગ નગર ખાતેજસુબેન પ્રસન્નવદન દેસાઈ રહે છે. તેઓ ગત રાત્રે સવા નવ વાગ્યાના સુમારે ભટાર ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે કાળા કલરની હોન્ડા મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ જશુબેન (૭૫)ના ગળામાંથી દોઢ તોલાની સોનની ચેઈન કિંમત રૂ. ૪૫ હજારની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ગૃહિણી અને આધેડે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે લૂંટનો ગુનો નોધી ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ તથા આગળ પાછળ દુકાનોના માલિકોના નિવેદનોï નોîધવાના ચક્રોગતિમાન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY