સુરત આરટીઓમાં દ્વિચક્રીય વાહનોના પસંદગીના નંબર મળશે

0
11

અરજદારો ૧૩મી ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
સુરત

સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.EZ સિરીઝના ૧ થી ૯૯૯૯ માટેના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૧૦/૧૨/૨૦૧૯ થીતા.૧૩/૧૨/૨૦૧૯ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૧૩ અને ૧૪/૧૨/૨૦૧૯ રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે. તા. તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY