પુણાખાડી પુલ પર કારીગરના ગળા પર ચપ્પુ મૂકી લૂંટી લેવાયો

0
3

રોકડા રૂ.૧૫૭૦૦ અને મોબાઈલની લૂંટ
સુરત
પુણા લાલા ભરવાડની ચાલી ખાડીપુલ પાસેથી પસાર થઈ રહેલા એક વેલ્ડરને ચાકુ બતાવી પર્સમાંથી રોકડા ૧૫૭૦૦ તથા મોબાઈલ ફોનની લૂંટ કરી અજાણ્યા બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પુણા પોલીસ મથકમાં નોધાતા પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુણા લાલભરવાડની ચાલમાં ૨૯ વર્ષનો આરીફ પઠાણ રહે છે અને તેઓ વેલ્ડીંગનું કામ કરે છે. ગત મોડી રાત્રે તેઓ પુણા ખાડીપુલ પાસેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા બે ઈસમોએ મેને રોકી ચાકુ ગળા તેમજ પેટના ભાગે મૂકી પર્સમાંથી રૂ.૧૫ હજાર રોકડા તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૧૫૭૦૦ની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. વેલ્ડીંગનું કામ કરતા યુવકે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY