સુરત શહેરમાં આપઘાતના બે કિસ્સા નોધાયા
સુરત
લીંબાયત અને ઉધના વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષની યુવતી તથા ૩૦ વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ નોધાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત બેઠી કોલોની ખાતે ખુશ્બુ કપ્તાન મંસુરી રહેતી હતી. ૨૧ વર્ષની આ યુવતીએ ગત તા.૨૭મી ડિસેમ્બરના રોજ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર સીલિંગ ફેન સાથે કાપડનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.જ્યારે બીજા એક આત્મહત્યાનો બનાવ ઉધના પોલીસ મથકમાં નોધાયો હતો. ઉધના કર્મયોગી સોસાયટીમાં રહેતાં વિકાશ રાજેશભાઈ પટેલે ઉ.વ.૩૦ ગત ૨૭મી ડિસેમ્બરના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે અકસ્માત મોત નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


