પીળા રંગની ટી-શર્ટ પહેરીને ન આવતાં વિદ્યાર્થીને શિક્ષિકાએ ફટકાર્યો

0
25

સુરત,તા.૧૦
સુરતના લિંબાયત વિસ્તારમાં થોડા સમય થયેલા એક વિવાદમાં શિક્ષક દ્વારા બાળકીને છેડતીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ત્યારે શિક્ષિકા દ્વારા બાળકને મારવાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગોડાદરામાં સાંઈધામ સોસાયટીમાં રહેતા ધનંજય રામરાજ યાદવ બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનો ૯ વર્ષનો દીકરો અંશુ દેવધ રોડ પર આવેલી નિર્મલા નવોદય સ્કૂલમાં ધોરણ-૨માં અભ્યાસ કરે છે. ગઈકાલે શાળાએથી પાછા આવીને શિક્ષિકા દ્વારા મારવામાં આવ્યાની ફરિયાદ પરીવાર ને કરી હતી.
આ બાળકને પીળી ટી-શર્ટ નહીં પહેરવાને લઇને તેને ગત અઠવાડિયે માર મારવામાં આવ્યો હતો અને આજે પણ શિક્ષિકાએ માર માર્યો છે. બાળકીની આ ફરિયાદને લઈને પરિવાર બાળક સાથે શાળાએ પહોંચ્યો હતો અને શિક્ષિકા પૂજા પાંડે દ્વારા માર મરાયા અંગે ફરિયાદ કરી હતી. પરિવારની રજૂઆત હતી કે, બાળકના માપનો ડ્રેસ હાલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી તેથી તે ખરીદી શકાયો નથી. પરંતુ તે કારણે બાળકને માર મારવો ન જોઈએ. પરંતુ શિક્ષિકાએ કોઈ સંતોષજનક જવાબ આપ્યો ન હતો. જેને લઈને પોતાના બાળકને માર મારવાના મામલે પિતા દ્વારા શિક્ષિકા વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી જેને લઇને પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY