પતંગ બજારમાં મંદી… માંજાની ખરીદીમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો

0
20

સુરત,તા.૧૦
સુરતીઓના મનગમતા તહેવાર ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ બજારમાં મંદી જોવા મળી રહી છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને બોબીનમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે. જ્યારે ગ્રાહકોમાં ૪૦ ટકાનો ઘટાડો થયો હોવાની વાત વેપારીઓ કરી છે. ઉતરાયણના એક – બે દિવસ અગાઉ ખરીદી નીકળે એવો આશાવાદ વેપારીઓ સેવી બેઠા છે. નવા વર્ષની સાથે આ ઉત્તરાયણ પર્વ દરમિયાન ૨૦૨૦ના સાડા છ ફૂટ થી દસ ફૂટ સુધીના પતંગ આકાશમાં જોવા મળશે. જ્યારે બનતી દુર્ઘટનાને લઇ સરકાર દ્વારા બેન્ડ કરવામાં આવેલ ચાઇનીઝ તુકકલના બદલે હવે ઇલેક્ટ્રિક તુકકલ બજારમાં આવ્યા છે. જે પતંગ રસિયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મોંઘવારી અને મંદીના માર વચ્ચે આ વખતની ઉતરાયણને લઈ લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. સુરતના સૌથી જૂના અને જાણીતા ગણાતા ડબગરવાડ પતંગ બજારમાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. સુરતના ભાગલ વિસ્તારમાં આવેલા ડબગરવાડ વિસ્તાર જે પતંગ અને માંજાની ખરીદી માટે જાણીતું છે. ઉતરાયણના એક અઠવાડિયા અગાઉ ડબગરવાડના આ પતંગ બજારમાં માંજા અને પતંગની ધૂમ ખરીદી જોવા મળતી હોય છે. પરંતુ બદલાતા સમયની સાથે હાલ અહીં ખરીદીનો માહોલ મંદ જોવા મળી રહ્યો છે.દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગ અને બોબીનના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ અને માંજાની ખરીદી કરવા લોકો સુરત સહિત બીલીમોરા જેવા શહેરોમાંથી આવી રહ્યા છે.પરંતુ ભાવમાં વધારાના પગલે ખરીદીમાં મોટો કાપ મૂકી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY