વરુણ ધવન નવેમ્બર સુધીમાં પરણી જશે..!!

0
9

મુંબઈ,તા.૨૮
વરુણ ધવન કેટલાક સમયથી નતાશા દલાલને ડેટ કરી રહ્યો છે. ત્યારે હવે એવી માહિતી મળી છે કે વરુણ ધવન આ વર્ષે નવેમ્બર સુધી તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લેશે. સૂત્રો મુજબ નતાશા અને વરુણ ધવન નવેમ્બરમાં લગ્ન કરશે. રિપોર્ટ પ્રમાણે આ બન્નેએ લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવું જાણવા મળ્યું છે કે નતાશાએ કપડાઓની ખરીદી પણ શરૂ કરી દીધી છે. નતાશા ઇચ્છે છે કે લગ્નની બધી પ્લાનિંગ તેઓ ખુદ કરે. તાજેતરમાં વરુણ ધવન, કરણ જાહરના શો ‘કોફી વિથ કરણ’માં આવ્યો હતો જ્યાં તેને નતાશા સાથેના રિલેશનશિપની વાત કરી હતી. વરુણ ધવને કહ્યું હતું કે,‘તેની વિશ છે કે તેના લગ્ન નતાશા સાથે જ થાય.’
તેમને બતાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા બાળપણથી સાથે છે અને ધવન પરિવારની સાથે નતાશાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂકી છે. જાકે થોડા સમય પહેલા વરુણ અને નતાશા વચ્ચે બ્રેકઅપની વાત ફેલાઈ હતી. જેનું કારણ આલિયા ભટ્ટને બતાવવામાં આવ્યું હતું. પરંતુ તેના પછી વરુણ અને નતાશા એક સાથે સ્પોટ થતા અટકળો પર બ્રેક લાગી હતી.
વર્કફ્રંટની વાત કરીએ તો વરુણ હાલ ‘કલંક’ ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે માધુરી દીક્ષિત અને એક્ટર આદિત્ય રોય કપૂર પણ છે. આ પહેલા વરુણ ફિલ્મ ‘સુઈ ધાગા’માં નજરે આવ્યો હતો જેમાં તેની સાથે અનુષ્કા શર્મા હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY