મહુવા તાલુકાના ડુંડાસ ગામે સમસ્ત કોળી સમાજ આયોજિત પ્રથમ લગ્રોત્સવમાં રક્તદાન કેમ્પ અને પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે અને વ્યસનનું પ્રમાણ ઘટે અને સમાજના લોકો પોતાના આરોગ્યની કાળજી રાખે તેવા હેતુ સાથે આ પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. શિક્ષણ, વ્યસન, બેટી બચાવો બેટી પઢાઓ, કેન્સર, થેલેસેમીયા, એચ.આઈ.વી./એઈડ્સ, દેહદાન, ચક્ષુદાન, અંગદાન, જેવા સંદેશાઓ સાથે પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. તથા રક્તદાન કેમ્પમાં બાંભણીયા બ્લડબેંક – ભાવનગર દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પમાં કુલ ૫૫ બોટલ રક્તદાન એકત્ર થયું હતું. બાંભણીયા બ્લડબેંક – ભાવનગર દ્વારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહક ભેટ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મકવાણા નરેન્દ્રભાઈ (સામાજિક કાર્યકર) દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં સ્વયં સેવક તરીકે ગઢાદરા મયુરભાઈ, ગોહિલ સાગરભાઈ, મકવાણા મેહુલભાઈ પણ જોડાયા હતાં.
મકવાણા નરેન્દ્ર મહુવા
૯૯૦૯૦૬૭૪૫૮
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




