બિનઅધિકૃત બાંધકામના વિરોધમાં પાલીકા સામે ૫ યુવકોએ ફિનાઇલ પીધું

0
8

ગોંડલ,તા.૨૯
ગોંડલમાં બાવાબારી શેરીમાં બિનઅધિકૃત બાંધકામ સામે રાજકોટમાં ૫ લોકોનો આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ૫ યુવાનોએ બિનઅધિકૃત બાંધકામ સામે ‘હમારી માંગે પુરો કરો’ના નારા લગાવ્યા હતા, ત્યારબાદ તેમને પાલિકાની કચેરીમાં ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં ૧ વ્યક્તિએ ફિનાઇલ ગટગટાવી દીધું હતું, જ્યારે બાકીના ૪ વ્યક્તિઓ પાસેથી લોકોએ ફિનાઇલ છીનવી લેતા તેમના જીવ બચી ગયા હતા. પરંતુ એક વ્યક્તિએ ફિનાઇલ ગટગટાવતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે કચેરીમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, ગોંડલની બાવાબારી શેરીમાં ૬ માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જેની સામે અનેક રજૂઆત છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હતું. જેથી રોષે ભરાયેલા ૫ યુવાનોએ પાલિકાની કચેરીએ આવીને જાર જારથી સૂત્રોચ્ચાર કરીને હાથમાં ફિનાઈલ લઇ પી આપધાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનામાં ભોગ બનેલા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણે નગરપાલિકાના અધિકારીઓને પત્ર લખીને ફરિયાદો કરી હતી, પરંતુ તેમની ફરિયાદો કોઇને સાંભળી નહોતી, જેથી તેઓએ કંટાળીને કચેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY