૧૫’મી મેથી સાયન્સ કોલેજોમાં એડમીશનની પ્રક્રિયા શરૂ કરાશે

0
8

તા.૧૫’મી જૂન સુધી એડમીશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે
સુરત, તા.૯
વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ગત વર્ષે કોલેજામાંથી હાથ ધરાયેલી પ્રવેશ પ્રક્રિયાના કારણે વિદ્યાર્થીઓ અટવાવાની સાથે પ્રવેશો પણ મોડે સુધી ચાલ્યા હોવાથી આ વર્ષે આ વાતનું પુનરાવર્તન ના થાય તે માટે આજે સેનેટ સભ્યો અને એબીવીપીના કાર્યકરોએ ૨૧ જેટલા સુધારા કરવાની સાથે ૧૫મી જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા સંપન્ન કરવાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. બોર્ડના પરિણામો આવવાની સાથે જ કોલેજામાં ફર્સ્ટ યરમાં પ્રવેશ કાર્યવાહી માટે યુનિવર્સિટીમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ધમધમાટ વચ્ચે એડમીશન કમિટી બનાવીને સાયન્સ કોલેજોમાં આગામી ૧૫મી મેથી પ્રવેશ કાર્ય શરૂ કરી દેવાની જાહેરાત પણ કરી દેવાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY