સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં બે ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત

0
11

નવસારીમાં ૧૪, વલસાડમાં ૧૫, અને સુરતમાં ૧૭ ડિગ્રી
સુરત, તા. ૦૪
ઉત્તર ભારતમાંથી ફૂંકાતી શીતલહેરની અસર ઓછી થતા દક્ષિણ ગુજરાતમાં ઠંડીથી નજીવી રાહત મળવાની શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સાથે શિયાળાની ધીરે ધીરે વિદાય થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા અને હવાનું દબાણ ૧૦૧૬.૭ મીલીબાર નોધાયું છે. શહેરમાં ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીમાં આજે તાપમાન ૨ ડિગ્રીનો સડસડાટ વધારો થયો છે. આજે સવારથી શહેરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ છવાતા આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતા છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ ન્યુનત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોધાયું હતું. નવસારીમાં ૧ ડિગ્રીના વધારા સાથે ઠંડીથી નજીવી રાહત મળી છે. વલસાડમાં આજે ન્યુનત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી નોîધાયું છે. જે ગતરોજ સરખામણીએ ૨ ડિગ્રી વધારે છે. આજે દક્ષિણ ગુજરાતના વાદળછાયુ વાતાવરણ વચ્ચે ઠંડીથી રાહત અનુભવાઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY