અ.મ્યુ.કો.ના ૨૫ નવા પે એન્ડ પાર્કમાં વાહન પાકિંગનો સમાન દર વસૂલાશે

0
28

અમદાવાદ,તા.૪
શહેરમાં એક અંદાજ પ્રમાણે હાલમાં ૪પ લાખ વાહનો છે. જ્યારે દરરોજ ૭૦૦ નવાં વાહનનું આરટીઓમાં રજિસ્ટ્રેશન થઇ રહ્યું છે. વાહનોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધતી જતી હોઇ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વિકટ બની છે.
તાજેતરમાં હાઇકોર્ટના આદેશના પગલે ટ્રાફિક નિયમન હેતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ એક પછી એક પગલાને અમલમાં મૂકી રહ્યા છે, જે હેઠળ રપ નવા પે એન્ડ પાર્ક વિકસિત કરાયા છે. આ તમામ પે એન્ડ પાર્કમાં દશેક દિવસમાં કુલ ૧૩,૮૧૭ ટુ વ્હીલર-ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને વાહનના પા‹કગ માટે વધુ ને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા શહેરભરમાં તંત્રની માલિકીના પ્લોટ તારવી લેવાયા હતા. બે મહિનાથી રપ નવા પ્લોટ પૈકીના પ્રહ્લાદનગર ગાર્ડન સામેના પ્લોટ સહિતના કેટલાક પ્લોટમાં કાં તો ફ્રી પા‹કગ અથવા તો નામ માત્ર ચાર્જ વસૂલાતો હતો, પરંતુ હવે તંત્ર દ્વારા સુવ્યવÂસ્થત રીતે પે એન્ડ પાર્કના સંચાલનના ચક્રો ગતિમાન કરાયાં છે.
ગઇ કાલે આ તમામ પે એન્ડ પાર્કના ટેન્ડર ખૂલી ગયાં હોઇ એકાદ મહિનામાં ઊંચામાં ઊંચી લાઇસન્સ ફી ચૂકવનારા કોન્ટ્રાક્ટરને જે તે પે એન્ડ પાર્ક સોંપાઇ જશે. આનાથી મ્યુનિસિપલ તિજારીને અંદાજે રૂ.એક કરોડની લાઇસન્સ ફીની આવક થશે. તંત્ર દ્વારા બે વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કરાશે.
મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રપ પે એન્ડ પાર્ક કાંકરિયા, નવરંગપુરા અને રિલીફરોડના મલ્ટિસ્ટોરિડ બિÂલ્ડંગના પાકિંગથી કુલ ૧૧,૭૯૭ ટુ વ્હીલર અને ર૦ર૦ ફોર વ્હીલર પાર્ક કરવાની સુવિધા નાગરિકોને મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY