પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંક્લેશ્વર વિભાગ નાઓ તરફથી પ્રોહી.ની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અંગેની સુચના આધારે તથા કોમ્બીંગ દરમ્યાન આજરોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પો.સ.ઇ. કે.ડી.જાટ તથા સ્ટાફના માણસો કોમ્બીંગમાં નિકળેલા દરમ્યાન પો.સ.ઇ.શરી કે.ડી.જાટ નાઓને મળેલ બાતમી આધારે ઝરણાવાડી ગામની સીમમાં ખાડી નજીક બાતમી આધારે રેડ કરી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ ની નાની મોટી કુલ બોટલ નંગ-૧૪૯/- કીં રૂ. કીરૂ.૨૨૧૦૦- તથા ઓટો રીક્ષા તથા પલસર મો.સા. તથા એકટીવા તથા બે મોબાઇલ ફોન સહીત ફુલ રૂ ૧,૦૪,૧૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલ છે. અને આરોપી મુકેશભાઇ ચંદુભાઇ વસાવા, રહે. ઝરણાવાડી, તા.નેત્રંગ , જી.ભરૂચ, તથા હીતેશભાઇ ડુંગરભાઇ વસાવા, રહે.ઝરણાવાડી, તા.નેત્ંગ, જી.ભરૂચ તથા અબ્દુલ રહીમ લાલુમીયાં શેખ, હાલ રહે.ખોલવડ, બજાર ફળીયું, તા.કામરેજ, જી.સુરત નાઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ છે અને આરોપી ઠાકોરભાઇ ઓલીયાભાઇ વસાવા, રહે. કંબોડીયા, તા.નેત્રંગ તથા હશનભાઇ,રહે.આંબોલી ચોકડી, કીમ ની શોધખોળ કરી અટક કરવા અંગેની તજવીજ ચાલુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




