નંદની રો હાઉસમાં પાર્કિંગ મુદ્દે સોસાયટી પ્રમુખ પર હુમલો

0
29

સોસાયટીમાં ગાડી મૂકવાની ના પડાતા મારા મારી
સુરત, તા. ૧૨
સીમાડા ગામ નંદનીની રો હઉસમાં ગાડી પાર્ક કરવાના મુદ્દે પ્રમુખ ઉપર હુમલો થયાંનો બનાવ સરથાણા પોલીસ મથકે નોંધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ ગારિયાધારના વતની સીમાડા નંદનીની રો હાઉઇસમાં રહેતા ભરતભાઈ રમેશભાઈ ખૂંટે આરોપી હરેશભાઈ બચુભાઈ અકબરી પંકજભાઈ બચુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીની સંબંધી સોસાયટીમાં ઠાર પાર્ક કરવા આવતા સોસાયટીના પ્રમુખના નાતે ફરિયાદીએ ગાડી પાર્ક કરવાની ના પાડતા આરોપીઓએ ઝઘડો કરી ફરિયાદીને ઢીક-મુક્કીનો માર મારી હાથના ભાગે ફેક્ચર કર્યું હતું. આ બનાવ અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY