સુરત, તા.૧૬
દિવાળી તહેવાર નિમિત્તે બોમ્બે મ્યુનિ. કોર્પોરેશનએ (બીએમસી) તેમના એક લાખ કરતા વધુ કર્મચારીઅોને કર્મચારી દીઠ રૂ.૧૪૫૦૦ એડહોક બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે. જે આવકારદાયક છે.
સુરત સુધરાઈ મઝદુર યુનિયન લાલ વાવટાએ સુરત મનપાના મેયર તથા મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવીને સુરત મનપામાં ફરજ બજાવતા વર્ગ ૩ તથા વર્ગ ૪ના કર્મચારીઅોને દિવાળીના તહેવારને ધ્યાને લઈ કર્મચારી દીઠ રૂ.૧૫૦૦૦ એહડોક બોનસ ચૂકવવા માંગણી કરી છે. યુનિયનના પ્રમુખ વિજય શેણમારેએ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. એડહોક બોનસ ચૂકવવા સુરત મનપા નીતિ વિષયક નિર્ણય લઈ શકે છે. સુરત મનપાની સ્થાયી સમિતિ સત્તા ધરાવે છે. આ બાબતે ગુજરાત સરકારની કોઈપણ પ્રકારની પૂર્વ સંમતિ કે મંજૂરી લેવાની જરૂર નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


