અલીગઢ,તા.૮
ઉત્તરપ્રદેશના અલીગઢમાં દોઢ વર્ષની માસુમ બાળકીની નિર્મમ હત્યાના કેસમાં પોલીસે ત્રીજા આરોપીની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ મેહંદી છે. તે બીજા આરોપી મોહમ્મદનો ભાઈ છે. સૂત્રોના કહ્યાં પ્રમાણે, જ્યારે બાળકીની લાશ મળી ત્યારે મેહંદી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દોડતી વખતે મેહંદીએ કહ્યું હતું કે, જેને જે કરવું હોય તે કરી લો.
આ કેસમાં SIT તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં આરોપ છે કે બાળકીના પરિવાર સાથે બદલો લેવા માટે જાહિદ અને અસલમે બાળકીની નિર્મમ હત્યા કરી હતી. જ્યારે મેહંદી અને તેની પત્નીએ પણ હત્યારાની મદદ કરી હતી. આ પહેલા જેલમાં બંધ મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમ અંગે મોટા ખુલાસાઓ થયા છે. માસુમ બાળકીની નિર્મમ હત્યા કરનારો મોહમ્મદ જાહિદ એક મોટો જુગારી છે. તેના મિત્રો તેને સટ્ટા કિંગ તરીકે પણ ઓળખે છે. સાથે જ મામલામાં વધુ એક આરોપી મોહમ્મદ અસલમ બાળકીની હત્યા પહેલા ઘણી ઘટનાઓને અંજામ આપી ચુકિયો છે.
આ મામલામાં ૪ આરોપીઓ છે. જેમાંથી ૨ હાલ પણ ફરાર છે. જ્યારે મોહમ્મદ જાહિદ અને મોહમ્મદ અસલમની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ૫ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



