સુરેન્દ્રરનગર જિલ્લાના ચુડા ખાતે દૂધ ઘરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

0
237

 

રાજય સરકારે લોકસુખાકારી માટે અનેક લોક હિતકારી નિર્ણયો લીધા છે:ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા

 

લીંબડી સુરેન્દ્રૃનગર જિલ્લાના ચુડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે અંદાજીત રૂપિયા ૧૨.૩૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ દૂધ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના સ્તંભ ઉપર રાજ્ય સરકારે ગુજરાતની પ્રજાના કલ્યા્ણ માટેનો યજ્ઞ આરંભ્યો છે. રાજ્યના વિકાસને ગતિ મળે સાથો સાથ રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં લોકો સહભાગી બને તે માટે રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે ઉજવાતા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી જિલ્લાઓમાં હાથ ધરીને લોકોને વિકાસ પર્વોમાં જોડયા છે.
મંત્રીએ ગુજરાત સરકારે
ગૌહત્યાને અટકાવવા અમલી બનાવેલ કાયદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આ કાયદા અન્વયે કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારીની પરવાનગી વિના ગૌવંશની હેરાફેરી કરતાં પકડાશે તો તેનું વાહન રાજ્યસાત કરાશે. તથા ગૌ વંશની હત્યા કરનારને આજીવન કેદ તથા દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ સરકારે લોકસુખાકારી માટે અનેક લોક હિતકારી નિર્ણયો લીધા છે. લોકોના આરોગ્યની સુખાકારી માટે ૧૦૮ ની સેવાની સાથે અકસ્માોતમાં ઘવાયેલા લોકોને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે હોસ્પિાટલમાં દાખલ થયેલ ઘવાયેલા લોકોનું રૂપિયા ૫૦ હજાર સુધીનો તબીબી ખર્ચ રાજ્ય સરકાર આપશે.
મંત્રી જાડેજાએ સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને વરેલી આ સરકારે વિકાસની રાજનિતિના નવા સંદેશ સાથે સર્વાંગી વિકાસને અગ્રીમતા આપી છે. તેમ જણાવી ઉમેર્યું હતુ કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રઅભાઇ મોદીએ તપસ્વી રાજનેતાની જેમ ગુજરાતના વિકાસનો યજ્ઞ આરંભ્યો હતો જેને વર્તમાન સરકારે આગવી દિશા સાથે આગળ ધપાવ્યો છે.
આ કાર્યક્રમમાં સાંસદ દેવજીભાઈ ફતેપરા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ડેરીના ચેરમેન બાબાભાઈ ભરવાડે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યા હતા.
આ પ્રસંગે મંત્રી ના હસ્તે પ્રધાનમંત્રી ઉજવલા યોજના અન્વયે લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યગ ધનજીભાઇ પટેલ, રાજકોટ રેન્જગ આઈ. જી. સંદિપસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક મનિન્દરસિંહ પવાર, અગ્રણીઓ સર્વ દિલીપભાઈ પટેલ, જગદિશ મકવાણા, અનિરૂધ્ધ પઢિયાર, હિતેન્દ્રીસિંહ ચૌહાણ, ઘનશ્યામમભાઇ સાવધરિયા, સુરાભાઈ રબારી, તનકસિંહ રાણા,, ભીખુભા, રાજભા ઝાલા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિસત રહયાં હતા.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY