લખતર તાલુકાના દેવળીયા ગામના ખેડૂતોનો પ્રશ્નો હલ ન થતા એ.પી.એમ.સી. ચેરમેન સહિત ના ગામ ના લોકો આમરણાંત ઉપવાસ પર

0
254

ગુજરાત સરકાર પાણી, અને લાઈટ મુદે મોટા મોટા વાયદા કરે છે અને લોલીપોપો આપી રહી છે કે ખેડૂતો માટે હવે આ લાભ મળશે જો આ સાચું હોય તો પછી તો ગુજરાત ના તમામ ખેડૂતો હજુ કેમ પરેશાન છે અને ખેડૂતો ના પ્રશ્નો નો નિકાલ કેમ નથી આવતો.

 

ત્યારે હાલ માં લખતર તાલુકા ના દેવળીયા, ભાથારીયા, ભડવાણા, ગામ ના તળાવ ખાલી ખમ છે તો સરકાર માં અનેક વખત રજુઆતો કરવા છતાં પાણી,લાઈટ,અને પાક વીમા મુદે સરકાર કોઈ ધ્યાન આપતી નથી. જેથી ના છૂટકે ગામ ના ખેડૂતો આગેવાનો, સહિત દેવળિયા ગામે એપીએમસી ચેરમેન હીતુભા રાણા, તાલુકા પંચાયત ડેલીગેટ શીસુપાલ સિંહ રાણા, વીપુલસિંહ રાણા, સરપંચ, ઉપસરપંચ દેવળીયા.યુવા ભાજપ પુવૅ ધમભા રાણા સરપંચ ભાથરીયા, તથા ગામ ના દરેક સમાજ ના લોકો તેમજ ૪૨ ગામ ના લોકો ના સહકારથી આજરોજ થી ઉપવાસ ઉપર બેઠા છે.

 

આજના યુગ માં ખેડૂતો લગતી ઘણી બધી મુશ્કેલીઓ સામનો કરી રહીયા છે ત્યારે દેવળીયા ગામ ના લોકોની તેમની માંગણીઓ એવી છે કે (૧) દેવળીયા તેમજ ભાથરીયા ભડવાણા ગામનું તળાવ સાવ ખાલી છે. જે નમૅદા કેનાલ ના પાણી થી ભરી શકાય તેમ છે. જેથી પીવા નું પાણી મળી શકે. (૨) ખેડુતો ને પાક વીમા ની રકમ તાતકાલીક ચુકવવા માં આવે. (૩) લખતર તાલુકા ને ડાકૅ ઝોન માંથી હટાવી.ખેડુતોને પીયત કરવા માટે વીજ કનેકશન આપવામાં આવે. (૪) એલડી ૨ માઈનોર પેટા કેનાલ માં પાણી છોડવામાં આવે જેથી દેદાદરા ભડવાણા વરસાણી ભાથરીયા તાવી તલવણી, અણીયાળી, તલસાણા, તરમણીયા, ડેરવાળા, વગેરે ગામ ને પીયત નો લાભ મળી શકે. જો અમારી માંગણીઓ નહી સ્વીકારવામાં આવે તો અમો ગાંધી ચિન્ધીયા માર્ગે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY