સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી.ના. પોલીસ ઇન્સ્પેક્ટર એફ. કે. જોગલ, ની સૂચના મુજબ એસ.ઓ.જી પો.સ.ઇ. એસ.બી. સોલંકી, તથા એ.એસ.આઈ. રણજીતસિંહ પરમાર, ઘનશ્યામભાઈ મસીયાવા, તથા હેડ. કો. મહિપતસિંહ, યોગેન્દ્રસિંહ, હસમુખભાઈ તથા દ્રા. પો.કોન્સ. વિજયભાઈ વિ. ના ઓ ખાનગી રાહે હકીકત મળેલ કે પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તાર માં રાણાગઢ ગામ મા અલગ અલગ વિસ્તાર મા ગેર કાયદેસર રીતે કલીનીક મા પ્રેક્ટિસ કરતા ડોક્ટરો (૧) સુજોય શ્રીપતિ બીશ્વાસ રહે. રાણાગઢ, તા.લીંબડી, મુળ રહે . ઉત્તર બલિયા દાંગા, તા. બગદાહ, જી. નોર્થ, 24, પ્રરગણા, (૨) શીબુપદા અબીનશ બીસવાસ, રહે. રાણાગઢ, તા. લીંબડી, મૂળ રહે. તેન્તુલિયા પૂર્વ બાપરા બંગલાની, તા.સ્વરૂપ નગર, જી. નોર્થ, 24, પરગણા, વેસ્ટ બંગાળ, (3) હિમંતભાઈ ભાવુભાઈ નાયક, રહે. રાણાગઢ, તા. લીંબડી. જી. સુરેન્દ્રનગર, મૂળ રહે. સુથારવાસ, મટોડા, તા. સાણંદ, જી.અમદાવાદ, વાળાઓ પોતે ડોક્ટરો ના હોવા છતાં કોઈ પણ જાતનું તબીબ સારવાર કરવા અંગે નું સર્ટી ધરાવતા ના હોવા છતાં સામાન્ય લોકો મા ડોક્ટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેક્ટીસ કરતા હોય જે આજરોજ રેડ દરમિયાન એલોપેથી દવા ઓ તથા સાધનો કુલ કિંમત રૂપિયા 68, 143.37/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય મજકુર ત્રણેય ઈસમો વિરુધ્ધ પાણસીણા પોલિસ સ્ટેશન મા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



